ભરૂચ: શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેના કારણે દબાણ કારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ભરૂચ શહેર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખાડાઓ અને ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યાએ વકરી રહી છે.જેથી વાહન ચાલકનો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આજ રોજ શુક્રવારના રોજ વહેલી સવારે ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલદાર માધવી મિસ્ત્રી,પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બૌડાના,આરએનબી, જીએસઆરડીસી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફ બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.જેના કારણે ગેરકાયદેસર દબાણ કરેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.જ્યારે માર્ગ પર જ્યાંને ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ રહેલા વાહનો પણ પોલીસે ડીટેન કર્યા હતા. વહીવટી તંત્રની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.