
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
તા.૩૧/૧૦/૨૦૨૫
ભરૂચ જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાલીઆ, નેત્રંગ, ઝઘડીયા, અંકલેશ્વર, હાંસોટ, ભરૂચ, વાગરા અને જંબુસર તાલુકામાં પડી રહેલ કમોસમી વરસાદના કારણે ખેડુતોને ભયંકર નુકસાન થયેલ છે.ખેડુતોએ આ સીઝનમાં વાવેલ કપાસ, તુવેર, દિવેલા, ડાંગર, કઠોળ, કેળ, પપૈયા અને શાકભાજીની ખેતીમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
શેરડીનો પાક પણ તૈયાર છે. અને કાપણીના સમયે જ કમોસમી વરસાદ શરૂ થતા જીલ્લા ની સુગર ફેક્ટરીઓ પણ શરૂ થયેલ નથી. તમામ સુગર ફેક્ટરીઓ પણ પંદર દિવસ લેટ શરૂ થશે જેને લઈ ને શેરડી પકવતા ખેડુતોને પણ ભારે આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી પડી છે.
તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લા કિશાન મોરચોના પ્રમુખ અને વાલીઆ એ.પી.એમ.સીના ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડાએ રાજય સરકાર થકી ભરૂચ જીલ્લામાં ખેતીવાડી વિભાગ થકી અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક નુકસાનીનું મૂલ્યાંકન કરીને વહેલી તકે ભરૂચ જીલ્લા ના ખેડુતો માટે રાહત પેકેજ જાહેર કરીને તાત્કાલિક આર્થિક સહાય ચુકવવામાં આવે તે બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત લાગતા વળગતા પદાધિકારીઓ તેમજ જેતે ખાતાઓમાં લેખિત રાવ નાખવાના આવી છે.
 
				




