MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં વિદેશી દારૂની બે બોટલ સાથે બે ઈસમો ઝડપાયા 

MORBI મોરબીમાં વિદેશી દારૂની બે બોટલ સાથે બે ઈસમો ઝડપાયા

 

મોરબીના શનાળા-ઘુનડા રોડ ઉપર એકટીવા મોપેડ રજી.નં. જીજે-૩૬-એએ-૩૩૯૫ ઉપર શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા બે યુવકોને સીટી એ ડિવિઝન પોલીસે રોકી એકટીવાની ડેકી ખોલાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ વોડકાની શીલપેક ૨ નંગ બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી માવજીભાઇ રામજીભાઇ પરમાર ઉવ.૨૩ રહે.પીઠડ તા.જોડીયા જી.જામનગર તથા જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ સોઢા ઉવ.૨૧ રહે. શકત શનાળાવાળાની અટક કરવામાં આવી છે. પોલીસે એકટીવા તથા વિદેશી દારૂની બે બોટલ સહિત કુલ કિ.રૂ.૩૦,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહી.હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!