ભરૂચ નગરપાલિકાની સભા: શાસક-વિપક્ષ વચ્ચે તું-તું મેં-મેના દ્રશ્યો સર્જાયા, 25 એજન્ડા સર્વાનુમતે મંજૂર
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકાની સામન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વચ્ચે તું તું મેં મેના દ્રશ્યો જોવા મળ્યા હતા.જોકે સભામાં મૂકવામાં આવેલા 25 એજન્ડાઓ સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યા હતા.
આજ રોજ ભરૂચ નગરપાલિકાની અંદાજીત છેલ્લી ગણવામાં આવનાર સામન્ય સભા યોજાઈ હતી.પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં સામન્ય સભા યોજાઈ હતી.જેમાં પાલિકા વિસ્તારના વિકાસના કામો માટે મૂકવામાં આવેલા 25 એજન્ડાઓ પર શાસક અને વિપક્ષ વચ્ચે તું તું મેં મેના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં અગાઉ મળેલી સામન્ય સભાની વિપક્ષે મિનિટ્સને લઇને વિરોધ નોંધાવ્યો હતો જોકે શાસક પક્ષ દ્વારા વોટિંગ કરીને સર્વાનુમતે એજન્ડાઓમાં પાસ કરી લીધા હોવાના મામલે પક્ષ અને વિક્ષેપના નેતા સમસાદઅલી સૈયદ,સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાળા સહિતના સભ્યોએ વિરોધ નોંધાવી ઉગ્ર રજૂઆતો કરી હતી.આ મામલે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં વિપક્ષે મિનિટ્સનો વિરોધ કરી પોતાનો વાંધો રજૂ કર્યો હતો.જોકે આખરે સર્વાનુમતે બધા જ એજન્ડાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.