વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૯ જાન્યુઆરી : તલવાણા સેજાના બિદડા ગામમાં બી.બી.એમ હાઇસ્કૂલ ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. બિદડા ગામના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. પોષણ ઉત્સવ અંતર્ગત પોષણ રંગોળી દોરવામાં આવી હતી. વધુમાં વધુમાં લોકો સુધી ત્રિશક્તિ રેસિપી બુક મળે તે માટે શ્રી શક્તિ રેસિપી બુકનું સ્કેનર બનાવી લગાડવામાં આવતા મહત્તમ લોકોએ તેનો લાભ લીધો હતો.આંગણવાડી કેન્દ્ર દ્વારા લાભાર્થી સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ તથા ૭ માસથી ૩ વર્ષના બાળકોને ટેકહોમ રાશન આપવામાં આવે છે. આ THR તથા મીલેટ(શ્રીઅન્ન) માંથી બનાવેલી વાનગીઓનું નિર્દેશન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય આઈસીડીએસ વિભાગ દ્વારા પૂરક પોષણ યોજના અંતર્ગત THR માંથી બનતી વિવિધ વાનગીઓ તથા પોષક તત્વો અને THRના ઉપયોગ અને પ્રોત્સાહન મળે તેમજ વિસરતા જતા ધાન્યો શ્રીઅન્ન વિષે તેમજ સરગવાના ગુણો વિષે જાગૃતતા ફેલાય તે હતો. લાભાર્થી બહેનો દ્વારા બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ તથા મિલેટસ અને સરગવામાંથી અલગ અલગ પ્રકારની ૧૦૦ જેટલી પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંથી વિજેતાઓને પ્રોત્સાહિત કરાયા હતા. સાથોસાથ ૩ થી ૬ વર્ષના બાળકો દ્વારા વેજિટેબલ વૉક કરવામાં આવી હતી. પોષણ ઉડાન અંતર્ગત શિયાળામા ઉપયોગમાં લેવાતી પૌષ્ટિક વાનગીઓનો સ્ટોલ, વિટામિન્સ સીથી ભરપૂર ફળોનો સ્ટોલ, વિવિધસભર સલાડના પ્રદર્શન સાથે બાળકોને વિવિધ રમત રમાડવામાં આવી હતી. પોષણ પતંગ સૂત્રો બનાવામાં આવ્યા હતા.વિજેતાઓને પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકાના પંચાયત ના પુર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી સાથે કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથ પંડ્યા, માંડવી ઘટક – ૦૧ના સી.ડી.પી. ઓ. શ્રી શીતલબેન સંગાર, માંડવી ઘટક – ૨ના સી.ડી.પી.ઓ શ્રી લક્ષ્મીબેન મહેશ્વરી, આરોગ્ય શાખામાંથી RBSKના એમઓ શ્રી કલ્પેશભાઈ, બી.બી.એમ. હાઇસ્કૂલના પ્રધાન આચાર્ય શ્રી રાજેશભાઈ સોરઠીયા, બિદડાના સરપંચશ્રી જયાબેન છાભૈયા, ગ્રામ પંચાયતના ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી રસીલાબેન દનીચા, પૂર્વ સરપંચશ્રી સુરેશભાઈ સંગાર તેમજ ગ્રામ પંચાયતના સભ્ય ક્રિષ્નાબેન, શાળાના શિક્ષકશ્રી રાજેશભાઈ ઉખેડિયા તેમજ પ્રજ્ઞાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.