
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં શ્રી સરદાર પટેલ સેવાદળ SPG નું ભરૂચ જિલ્લા મુખ્ય કાર્યાલય ના ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શ્રી સરદાર પટેલ સેવાદળ SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની પ્રેરણા અને મિતેષભાઈ પટેલના માર્ગદર્શન થકી SPG ભરૂચ જિલ્લા મુખ્ય કાર્યાલય ના ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે પ્રસંગે ગુજરાત SPG ઉપાધ્યક્ષ બાબુભાઈ સુતરીયા, મધ્ય ગુજરાત અધ્યક્ષ વિરાંગભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત અધ્યક્ષ મોહનભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ મનિષભાઈ પટેલ અને ટીમ SPG પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



