GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
બેંક ઓફ બરોડા કાલોલ શાખાએ શ્રી નવસર્જન શાળા મધવાસ ને પ્રિન્ટર ભેટ આપી સ્થાપના દિવસ મનાવ્યો.

તારીખ ૨૧/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
શનિવારે બેંક ઓફ બરોડાના ફાઉન્ડેશન દિવસ હોવાથી બેંક ઓફ બરોડા કાલોલ પંચમહાલ શાખા મા વ્યાપારીઓ ગ્રાહકો અને અગ્રણીઓ,બેંક ના વકીલો ઉપસ્થિતિમાં સ્થાપના દિન ઉજવાયો હતો જેમાં બેંક ઓફ બરોડા કાલોલ શાખા તરફથી મઘવાસ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિરના પરિસર માં સ્થિત શ્રી ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળાના બાળકોને ચોકલેટ થી મોડું મીઠું કરાવી શાળા માં એક સુપર પ્રિન્ટર ભેટ આપવામાં આવ્યું હતું.જે માટે કાલોલ શાખાના મેનેજર અમિતકુમાર અને વકીલ રિંકેશભાઇ શેઠ તથા શાળા ના આચાર્ય કૃણાલ વરિયા શાળામાં ઉપસ્થિત રહ્યા હતા.







