BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ એસઓજી દ્વારા ₹૪૦.૩૫ લાખના હવાલા રેકેટનો પર્દાફાશ: આરોપીઓ ઝડપાયા

સમીર પટેલ, ભરૂચ

ઝામ્બીયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના રૂ.૪૦,૩૫,૩૦૦ રોકડ રકમ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતા હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે. ભરૂચ એસઓજી પોલીસે આ કાર્યવાહી કરીને મોટું કાવતરું ઉકેલી નાંખ્યું છે.

ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ્પેક્ટર એ.એ.ચૌધરી અને તેમની ટીમે આરોપીઓ વિરુદ્ધ BNSS કલમ હેઠળ કાર્યવાહી કરી છે.
એસઆઇ ગજેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે કરમાડ ગામ પાસેથી શંકાસ્પદ રીતે જતા એક ડાર્ક ગ્રીન કલરની જ્યુપીટર પર બે ઇસમોને રોકી તપાસ કરતા તેમની પાસે ચોરી થયેલ ₹૪૦.૩૫ લાખની રકમ મળી આવી હતી. સંતોષકારક જવાબ ન આપતા બંનેને BNSS કલમ ૩૫(૧)(ઇ) હેઠળ અટક કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પુછપરછમાં ખુલાસો થયો કે,આ નાણાં ઝામ્બીયાથી મોકલાતા હવાલાના ભાગરૂપે હતા, જેને મૌલવી મુસા આદમ રંદેરા નામના ઈસમને ચુકવવાના હતા.પરંતુ આરોપી હુજેફા પટેલે તેના મિત્ર સાકીર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના બે સાથીદાર ઝકરીયા અને મહંમદજાવીદ સાથે મળીને રૂ. ૪૮ લાખની રકમ ચોરી કરી ગયા હતા.

આ મામલામાં પોલીસે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ (ઉ.વ. ૨૨) મોબાઇલ હેક કરનાર,ઝકરીયા ઈદ્રીશ બારીવાલા (ઉ.વ. ૨૩) હવાલાના નાણા પીછો કરી કાઢનાર અને મહંમદજાવીદ ઝાકીર પીપા (ઉ.વ. ૨૪) ઇકો ગાડીની ડીકીમાથી નાણા કાઢનારને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેમની પાસેથી રોકડ: ₹૪૦,૩૫,૩૦૦,મોબાઇલ ફોન: ૨, કિંમત ₹૧૦,૦૦૦,જ્યુપીટર સ્કૂટર: કિંમત ₹૨૫,૦૦૦ મળીને કુલ ₹૪૦,૭૦,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સમગ્ર કૌભાંડ દાયકાઓથી ચાલી રહેલા હવાલાના રેકેટનો ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Back to top button
error: Content is protected !!