BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં ભાજપ યુવા મોરચાનું વિરોધ પ્રદર્શન: દિલ્હી AI સમિટ મુદ્દે કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર

સમીર પટેલ, ભરૂચ

નવી દિલ્હીમાં આયોજિત વૈશ્વિક AI સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધના પડઘા ભરૂચ સુધી પહોંચ્યા છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

આજે ભરૂચ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ અને જીગ્નેશ મિસ્ત્રીની આગેવાની હેઠળ કાર્યકરો શહેરની જે.પી. કોલેજ ખાતે એકત્ર થયા હતા.

ત્યાર બાદ કાર્યકરો રેલી સ્વરૂપે શીતલ સર્કલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

પ્રદર્શન દરમિયાન, કાર્યકરોએ રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થળ પર હાજર પોલીસે તેમને રોકતા પોલીસ અને કાર્યકરો વચ્ચે થોડીવાર માટે ખેંચતાણ સર્જાઈ હતી.

પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમગ્ર ઘટના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

Back to top button
error: Content is protected !!