GUJARATMAHISAGARSANTRAMPUR

અન્નપૂર્ણા મુહિમથી મહીસાગરના નાનસલાઈ ગામે ‘સુદામાનો મહેલ’ ભેટ — જરૂરતમંદ પરિવારમાં ખુશીની લહેર..

અન્નપૂર્ણા મુહિમથી મહીસાગરના નાનસલાઈ ગામે ‘સુદામાનો મહેલ’ ભેટ — જરૂરતમંદ પરિવારમાં ખુશીની લહેર..

રિપોર્ટર … અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાના નવીન બનેલ ગોધર તાલુકાના નાનસલાઈ ગામમાં અન્નપૂર્ણા મુહિમ હેઠળ એક જરૂરતમંદ પરિવારને નવું મકાન “સુદામાનો મહેલ” અર્પણ કરવામાં આવ્યું છે. તા. ૦૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાયેલ આ માનવતાભર્યા પ્રસંગે પરિવારને સુરક્ષિત અને સન્માનભર્યું જીવન જીવવાની નવી આશા મળી છે.

સંત રામપાલજી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલી આ મુહિમનો મુખ્ય હેતુ સમાજના અંતિમ માણસ સુધી રોટી, કપડા, શિક્ષણ, ચિકિત્સા અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો પહોંચાડવાનો છે. મુનિન્દ્ર ધર્માર્થ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી આ સેવા હેઠળ જરૂરતમંદ પરિવારોને દર મહિને જીવનજરૂરી ચીજવસ્તુઓ સાથે શિક્ષણ અને આરોગ્ય સહાય પણ પૂરી પાડવામાં આવે છે.
“સુદામાનો મહેલ” રૂપે આપવામાં આવતું મકાન માત્ર એક રહેઠાણ નથી, પરંતુ એક પરિવાર માટે નવી શરૂઆત, સુરક્ષા અને આત્મસન્માનનું પ્રતિક છે. નાનસલાઈ ગામમાં મકાન હસ્તાંતરણ સમયે પરિવારના સભ્યોની આંખોમાં ખુશીના આંસુઓ અને ચહેરા પરનો આનંદ આ સેવાના અસલ મૂલ્યને દર્શાવતા હતા.
અન્નપૂર્ણા મુહિમ દ્વારા દેશમાં અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ પરિવારોને મકાન મળી ચૂક્યા છે, જેમાં ગુજરાતના ૧૩૯ પરિવારોનો સમાવેશ થાય છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ સેવા ઝડપથી વિસ્તરી રહી છે.
આ પહેલ માત્ર સહાય પૂરતી સીમિત નથી, પરંતુ માનવતા, સહાનુભૂતિ અને સમાનતાનો જીવંત સંદેશ આપતી એક પ્રેરણાદાયક અભિયાન છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!