BHARUCHBHARUCH CITY / TALUKO

ઓ.ડી.એફ પ્લસની સાતત્યતા જળવાઈ અને જન જાગૃતિ કેળવાય માટે કેલેન્ડરનું વિતરણ કરાયું

ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્રી પ્રશાંત આર જોશી, પૂર્વ નિયામકશ્રી એ.વી. ડાગી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે.જી.વાધેલાના માર્ગદર્શન હેઠળ ગ્રામિણ વિસ્તારોમાં ઓ.ડી.એફ પ્લસની સાતત્યતા જળવાઈ રહે અને જન જાગૃતિ કેળવાય માટે એક નવતર અભિગમ હાથ ધરાયો હતો. તમામ ગ્રામિણ વિસ્તારોમાં ઓ.ડી.એફ પ્લસની સાતત્યતા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લાના ૬૬૩ ગામડાંઓમાં યોજનાકીયના વિવિધ ઘટકોના સંદેશાઓ વિશે જન જાગૃતિ કેળવાય તે હેતુથી સરપંચ શ્રી,તલાટી કમ મંત્રી શ્રીઓને કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ગ્રામ કક્ષાએ સુધી પહોંચાડવા માટે શ્રી દીપક પટેલ, જિલ્લા કો ઓર્ડીનેટર તેમજ આઈઈસીના કન્સલ્ટન જયેશભાઈ પટેલ તેમજ જિલ્લા કક્ષાની ટીમ દ્નારા જહેમત ઉઠાવી વિતરણ કરવામાં આવ્યું હતુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!