અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના ગાય વાછરડા ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 2 માં જન્માષ્ટમી મહોત્સવ ની ઊજવણી કરાઈ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગાય વાછરડા ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 2 માં જન્માષ્ટમી મહોત્સવ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં બાળકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા બાળકોને રાધાકૃષ્ણની વેશભૂષા કરાવી ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોની ચોકલેટ સુખડી કેળા અને ગરમ નાસ્તો આપવામાં આવ્યો હતો આંગણવાડી કાર્યકર બેન સુમિત્રાબેન અને તેડાગર મનિષાબેન નું ખુબ સુંદર આયોજન કર્યું હતું અને આઈસીડીએસ માંથી રીનાબેન અને નિકિતાબેન હાજર રહ્યા હતા