ભરૂચમાં ડો.ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અપાઈ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ મનાવવા આવ્યો હતો.જેમાં રાજકીય પાર્ટીઓ,સામાજીક સંસ્થાઓએ સ્ટેશન સર્કલ નજીક આવેલા ડો, બાબા સાહેબ આંબડેકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિને શ્રદ્ધાંજલિ અર્પી હતી.જ્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમના કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજયો હતો.
ભારતીય બંધારણ નાં ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરના મહા નિર્વાણ દિવસ નિમિત્તે શુક્રવારના રોજ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સ્ટેશન સર્કલ નજીક આવેલા ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જ્યાં ઉપસ્થિત સામાજીક સંસ્થાના લોકો, બામસેફ,રાજકીય પાર્ટીઓના નેતાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો બાબાસાહેબ અમર રહોના નારાથી ગુંજી ઉઠ્યું હતું.આ કાર્યક્રમમાં ભાજપના ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પૂર્વ ધારાસભ્ય અને દિવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,શહેર પ્રમુખ પ્રકાશ પટેલ,જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહીતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે બામસેફના બેચર રાઠોડ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની ઉપસ્થિતમાં કાર્યાલય ખાતે ડો બાબાસાહેબ આંબેડકરની તસ્વીરને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.જેમાં પણ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




