
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે મૌઝા ગામના લુહાર ફળિયામાં વરસાદી પાણી ફરી વળતાં સ્થાનિક લોકોના જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા, તથા નેત્રંગ મામલતદાર કલ્પેશ બી. ગળિયા (GAS) દ્વારા સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે જવા સમજાવ્યા હતા. જે બાદ તલાટી કમ મંત્રી, મૌઝા, સરપંચ, મૌઝા તથા નેત્રંગ પોલીસની મદદથી અંદાજિત 20 પરિવારોના આશરે 100 જેટલા લોકોને પ્રાથમિક શાળા, મૌઝા ખાતે સ્થળાંતરિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ નાગરિકોને ભારે વરસાદ દરમિયાન નદી, નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.



