GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મધુપુર ગામમાં ૧ થી ૮ નો અભ્યાસ ફરીથી ચાલુ કરવા રાજપૂત કરણી સેના જીલ્લા પ્રમુખે રાજ્ય શિક્ષણમંત્રીને લેખિતમાં રજુઆત

 

MORBI:મોરબીના મધુપુર ગામમાં ૧ થી ૮ નો અભ્યાસ ફરીથી ચાલુ કરવા રાજપૂત કરણી સેના જીલ્લા પ્રમુખે રાજ્ય શિક્ષણમંત્રીને લેખિતમાં રજુઆત

 

 

 

 

 

મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ મોરબી શિક્ષણાધિકારી, રાજ્ય શિક્ષણમંત્રી ગાંધીનગર, મોરબી જીલ્લા કલેકટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહિતનાઓને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકાના મધુપુર ગામમાં અગાઉ ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ ચાલુ હતો અને જેથી ગામના બાળકો ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ કરી શકતા હતા. પરંતુ બે વર્ષથી ગામની સરકારી પ્રાથમીક શાળામાં ધો.૧ થી ૮ સુધીનો અભ્યાસ બંધ કરીને માત્ર ધો.૧ થી ૫ સુધીનો જ અભ્યાસ ચાલુ રાખેલ છે. જેને પરિણામે ગામના અંદાજીત ૪૦ થી ૫૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ કે જેઓ ધો.૬ થી ૮ માં અભ્યાસ કરે છે તેઓને અભ્યાસમાં ઘણી તકલીફ પડે છે અને અભ્યાસ માટે તેઓને બાજુના ગામમાં જવું પડે છે તેમજ ૬ થી ૮ ના બાળકોને મુસાફરી દરમ્યાન ઘણી તકલીફો પડે છે જેની માઠી અસર તેના અભ્યાસ પડે છે, જેથી મધુપુર ગામના વિદ્યાર્થીઓ પોતાના જ ગામમાં સારી રીતે અભ્યાસ કરી શકે અને આવા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કોઈ તકલીફ ન પડે એ માટે દિવાળી પછી શરૂ થતા નવા સત્રમાં મધુપુર ગામની શાળામાં પહેલાની જેમ રાબેતા મુજબ ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ ચાલુ કરવા  માંગણી કરવામાં આવી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!