MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના ૨૪ ગામોમાં  પીએમ સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજનાના લાભ આપવા કેમ્પ યોજાશે

MORBI:મોરબી જિલ્લાના ૨૪ ગામોમાં  પીએમ સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજનાના લાભ આપવા કેમ્પ યોજાશે

 

 

 

બેંક ગામડે આવી વીમા/પેન્શન યોજનાના લાભ આપવા, નવા જનધન ખાતા ખોલવા અને ઈ-કેવાયસી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવશે

ભારત સરકારે દેશના દરેક નાગરિકને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજના હેઠળ ગ્રામજનોને લાભ આપવા માટે નવા લાભાર્થીઓની નોંધણી તથા નવા જનધન ખાતા ખોલવા અને બંધ થઈ ગયેલા જનધન ખાતા અન્વયે ઈ-કેવાયસી જેવી નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર ‘નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. જેના ભાગરૂપે આગામી ૧૧ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મોરબી જિલ્લામાં વિવિધ ગામડાઓમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પના ભાગરૂપે આગામી તા.૧૧/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના મંગલપુર, માળીયા તાલુકાના પંચવટી, મોરબી તાલુકાના ઈંદિરાનગર અને ટીંબડી, ટંકારા તાલુકાના રાજાવડ તથા વાંકાનેર તાલુકાના નવી કલાવડી ખાતે, તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના માનસર, માળીયા તાલુકાના રાસંગપર, મોરબી તાલુકાના જાંબુડીયા અને ત્રાજપર, ટંકારા તાલુકાના રોહિશાળા તથા વાંકાનેર તાલુકાના કણકોટ ખાતે, તા.૧૩/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના માથક, માળિયા તાલુકાના રોહિશાળા, મોરબી તાલુકાના જસમતગઢ અને ઉંચી માંડલ, ટંકારા તાલુકાના સજનપર તથા વાંકાનેર તાલુકાના કાનપર ખાતે તેમજ તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના મયાપુર, માળીયા તાલુકાના સરવડ, મોરબી તાલુકાના જવાહરનગર અને ઉંટબેટ-શામપર, ટંકારા તાલુકાના સખપર તથા વાંકાનેર તાલુકાના કાશીપર/ચાંચડીયા ખાતે ખાસ કેમ્પ યોજાશે.

દરેક પરિવારને બેંક ખાતા સાથે જોડવા માટે વધુ ઝડપથી કામગીરી થાય, UPI અને મોબાઇલ બેંકિંગ જેવી સેવાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નાણાકીય સેવાઓનો વ્યાપ વધારવો અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના જેવી યોજનાઓ દ્વારા નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લામાં ગામડાઓ સુધી નાણાકીય સમાવેશ અભિયાન પહોંચાડવા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે કેમ્પનો સંબંધિત ગામના લોકોને વધુ ને વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!