કાલોલ ખાતે દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણ કેમ્પ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો
તારીખ ૨૪/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ સામાજીક ન્યાય અને અઘિકારીતા વિભાગ મંત્રાલય ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે વિનામુલ્યે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાલોલ શિશુ મંદિર શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં ૩૪૦ લાભાર્થીઓને ૨૧ પ્રકારના સાઘન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તેઓને કુલ ૪૮૩ સાધન આ૫વામાં આવ્યા છે. આ સાઘનોની કુલ કિંમત રૂા ૩૮,૨૩,૨૬૭/- જેટલી છે. આ સાઘનો પૈકી હલન-ચલનની દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને ૨૧ મોટરાઇઝડ સાયકલ, ૫૨ ટ્રાઇસીકલ, ૮૦ વ્હીલચેર, ૮૬ કેલી૫ર્સ, અને પ્રોસ્ટેસીસ આ૫વામાં આવેલ છે. આંખોની ખામીવાળા દિવ્યાંગોને ૫૯ વોકીંગ સ્ટીક, ૪ બ્રેઇલકેન, ૩ બ્રેઇલકીટ, ૪૧ સુંગમ્ય કેન, ૪ સ્માર્ટફોન વિથ સ્ક્રીનરીડીંગ આ૫વામાં આવેલ છે. બધીરતા ઘરાવતા દિવ્યાંગોને ૭૬ હિયરીંગ એઇડ આ૫વામાં આવેલ છે. માનસિક રીતે દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને ૧૧ સી.પી ચેર આ૫વામાં આવી છે. અલગ અલગ દિવ્યાંગતા ઘરાવતા, અલગ અલગ સાઘન સહાયવાળા કાલોલ તાલુકાના ૧૦ લાભાર્થીઓને ૫સંદ કરવામાં આવ્યા હતા. જેઓને સ્ટેજ ઉ૫રથી ઉપસ્થિત સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના હસ્તે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં અતિથી વિશેષ તરીકે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહ્યા હોવાનું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,ગોધરા પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.