GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના વરિયા પરિવારનો પુત્ર આર્મી ની સેવા પુર્ણ કરી માદરેવતન પધારતા ભાવભીનુ સ્વાગત કરાયુ

 

તારીખ ૦૫/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના વરિયા પરિવાર ના જયેષ્ઠ પુત્ર આર્મી ની સેવા પુર્ણ કરી શ્રીનગર થી ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા જ્યા પરિવારજનોએ સ્વાગત કર્યુ હતુ. પંચમહાલ જીલ્લાના રીછીયા ગામમાં વરીયા મંગલભાઈ સોમાભાઈનો પરિવાર હતો તે ભાઈઓમાંથી પૂનમભાઈ અને રમેશભાઈએ પણ ઘણા વર્ષો સુધી દેશની સેવા કરી પૂનમભાઈ અને રમેશભાઈ નિવૃત છે. પૂનમભાઈ વરીયા તેમના બે પુત્રો અને એક નિવૃત છે અને તેમના બાળકોને શિક્ષણ આપવા માટે તેમના પોતાના ગામ છોડી કાલોલ આવ્યા છે. આ સાથે તેમણે તેમના હાથે તાલીમ પણ આપી અને અત્યાર સુધીમાં તાલીમ પામેલા 600 થી વધુ યુવક-યુવતીઓ દેશની સેવામાં કાર્યરત છે વરિયા દક્ષાબેન ને પણ સ્કુલમાં નોકરી મળી અને બંનેની મહેનત એક દિવસ ફળીભૂત થઈ કારણ કે પૂનમભાઈની નસોમાં દેશભક્તિની લાગણી હતી. આ જ લાગણી તેના બાળકોને પણ આપી અને તેમને દેશને પ્રેમ કરવાનું શીખવ્યું. 24 વર્ષ પહેલા તેમના મોટા પુત્ર વરિયા રાજેશ કુમાર પૂનમભાઈ આર્મીમાં સિલેક્ટ થયા અને તેના બરાબર એક વર્ષ પછી એટલે કે 2002માં તેમના નાના પુત્ર વરિયા અતુલકુમાર પણ આર્મીમાં જોડાયા જુનિયર કમિશન્ડ ઓફિસર તરીકે અને તે પછી તરત જ તેની પુત્રી આર્મીમાં જોડાઈ અને ગાંધીનગરમાં લેડી કમાન્ડો તરીકે કામ કરે છે તેમના જમાઈ જયંતકુમાર દિનેશભાઈ પણ અત્યારે આર્મી માં નોકરી કરે છે સુરેશભાઈ વરીયા નો દીકરો પણ આજ રીતે તેમના પરિવાર માં ત્રણ ભાઈઓ અને બહેન તથા જમાઈ દેશ સેવા ને સમર્પિત છે તેમના પુત્ર રાજેશભાઈએ આ 24 વર્ષોમાં દેશની સેવા કરી અને પોતાના માતા-પિતાને ગૌરવ અપાવ્યું છે. નિવૃત થયા બાદ આજ રોજ પોતાના ઘરે આવી પહોચતા પરિવારજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. પરિવાર ખૂબ જ ખુશ છે.

Back to top button
error: Content is protected !!