નેત્રંગ પંથકમા ગુરુપુણિઁમાની થયેલ ભવ્ય ઉજવણી.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ નગર સહિત પંથક મા ગુરુપુણિઁમાની ભવ્ય ઉજવણી ભાવિક ભકતજનો થકી કરવામા આવી હતી.
ઐતિહાસિક કડીયાડુંગર ખાતે આવેલ ઉદાસીન અખાડાના પૂ.બ્રહ્મલીન મહંત ગુરુસ્વામિ ગંગાદાસજી બાપાના આશ્રમ ખાતે સવારે હવન બાદ બાપાની પાદુકા પુજન વિધિ થઇ હતી ગુરુવંદના માટે આશરે પાંચ હજાર ઉપરાંત ભાવિકભકતજનોએ દશઁન નો તેમજ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. જેસપોર મુકામે દિનેશ્રવર મહાદેવ મંદિરે પૂ બહ્મલીન દિન ભક્ત દલસુખ મહારાજજી ની પાદુકા પુજન તેમજ ગુરુ વંદના માટે મોટી સંખ્યા મા ભાવિક ભકતજનોએ ઉમટી પડ્યા હતા.ભજનકિઁતન ની રમઝટ જામી હતી.મહાપ્રસાદી નો લાભ ભાવિક ભકતજનોએ લીધો હતો.નેત્રંગ ખાતે આવેલ ભકિતધામ અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ મંદિરે પણ ગુરુપુણિઁમા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.નેત્રંગ નગર સહિત પંથક ભરના ગામેગામ થી ભાવિકભકજનનો પોતપોતાના ગુરુની ગુરુવંદના માટે ગુરુના દરબાર મા ઉમટી પડ્યા
હતા.