BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: ગાંધીનગર ખાતે યોજાનાર 16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં હાંસોટ મામલતદાર રાજન વસાવાનું કરાશે સન્માન

સમીર પટેલ, ભરૂચ

તા. ૨૫/૦૧/૨૦૨૬ના રોજ ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યસ્તરીય ઉજવણી “સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA), ગાંધીનગર” ખાતે યોજાવાની છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહોદયની વિશેષ ઉપસ્થિતિ રહેશે. “મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬” દરમિયાન કરાયેલ ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા હાંસોટના મામલતદાર તથા ૧૫૪–અંકલેશ્વર મતવિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી રાજનભાઈ ડી. વસાવાને રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસરે એવોર્ડ આપી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સન્માન રાજ્યમાં મતદાર નોંધણી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે કરાયેલી પ્રશંસનીય કામગીરી બદલ આપવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!