BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક એ.જે.ખત્રીનો વિદાય સમારોહ યોજાયો

વિદાયમાન સમારોહમાં એ.જે.ખત્રીના કાર્યકાળને બિરદાવીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૩૧ જુલાઈ : કચ્છ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા કર્મનિષ્ઠ અને ઉર્જાવાન એવા સહાયક અધિક્ષકશ્રી એ.જે.ખત્રી વિદાય સમારોહ યોજાયો હતો. આ અવસરે ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ શ્રી એ.જે.ખત્રી સાથેના તેમના સંભારણા વ્યક્ત કર્યા હતા.નખત્રાણા પ્રચાર એકમમાં જૂનિયર કલાર્ક તરીકે માહિતી ખાતામાં કારર્કિદીની શરૂઆત કરી ૩૮ વર્ષ સુધી સંનિષ્ઠ કર્મચારી તરીકે માહિતી ખાતામાં ફરજ બજાવી જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષકશ્રીના પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા શ્રી એ.જે.ખત્રીને ભાવભેર વિદાય અપાઇ હતી. જિલ્લા માહિતી કચેરી ભુજના નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવાએ શ્રી એ.જે.ખત્રીની ફરજનિષ્ઠા, વહીવટી કૂનેહ તથા કામગીરીની પ્રસંશા કરતા તેમણે ભવિષ્યની શુભકામના પાઠવી હતી કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા શ્રી એ.જે.ખત્રીનું કચ્છી શાલ અને વિવિધ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સૌ કર્મચારીશ્રીઓએ તેમની સાથેની કામગીરીના સંસ્મરણોને વાગોળીને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. શ્રી એ.જે.ખત્રીએ તેમના કાર્યકાળ દરમિયાન સાથ, સહકાર અને પરિવારની માફક હૂંફ આપવા બદલ સૌ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ વિદાયમાન પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષકશ્રી સિદ્દિક કેવર, સીનિયર સબ એડિટરશ્રી ગૌતમ પરમાર, માહિતી મદદનીશશ્રી જિજ્ઞા વરસાણી, જૂનિયર ક્લાર્ક અંજનાબેન ભટ્ટી, ઇમરાન સુમરા, અનિરુધ્ધસિંહ જાડેજા, રાજેશ ડુંગરાણી, હર્ષદ જોગી, જિજ્ઞાબેન પાણખાણિયા, મોહન ખીમસુરીયા, આનંદ પરમાર, પુષ્પરાજસિંહ ઝાલા, ભાવેશ મહેશ્વરી, લાભેશ વાઘેલા સહિતના કચેરીના કર્મચારીશ્રીઓ, પૂર્વ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!