MORBI:મોરબીમાં અલગ અલગ ત્રણ દરોડામાં તીનપતિ અને વરલી મટકાનો જુગાર રમતા 11 ઈસમો ઝડપાયા

MORBI:મોરબીમાં અલગ અલગ ત્રણ દરોડામાં તીનપતિ અને વરલી મટકાનો જુગાર રમતા 11 ઈસમો ઝડપાયા
મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જુગારીઓ ઉપર ધોસ બોલાવી અલગ અલગ ત્રણ દરોડામાં તીનપતિ અને વરલી મટકાનો જુગાર રમતા 11 જુગારીઓને પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પ્રથમ દરોડામાં વિશિપરા કુલીનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હસનભાઇ સુલેમાનભાઇ નંગામરા, શબ્બીરભાઇ હારૂનભાઇ માણેક, સદામ ઉર્ફે મોસીન હાજીભાઇ જીંગીયા, સાજીદભાઇ અબ્દુલભાઇ સુમરા, હુશેનભાઇ જાકુબભાઇ કચ્ચા, સાહીલભાઇ મહેબુબભાઇ મોવર અને મુસ્તાકભાઇ હુશેનભાઇ સુમરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 32,420 કબ્જે કર્યા હતા.
જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે આરોપી લક્ષ્મણભાઇ રવજીભાઇ રેસીયા, પંકજભાઇ જીવરાજભાઇ પરમાર અને કલ્પેશભાઇ સવજીભાઇ રેસીયાને વીસીપરામાં આવેલ લાઇન્સનગરમાં ચરમારીયા દાદાના મંદીર પાસે તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,770 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત ત્રીજા દરોડામાં પોલીસે શોભેશ્વર રોડ ઉપર કનૈયા પાનની દુકાન પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી અફઝલ અકબરભાઈ સમાને વરલી મટકાના સાહિત્ય અને રોકડા રૂપિયા 1260 સાથે પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.







