BHARUCHJHAGADIYA

ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે વિવિધ માર્ગોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે વિવિધ માર્ગોના ખાતમુહૂર્તના કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામોના રસ્તાઓના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ નો કાર્યક્રમ ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના ઉપસ્થિતિમાં વેલુગામ ખાતે યોજાયો હતો જેમાં વેલુગામ થી વડીયાતળાવ સુધી ના માર્ગનું ખાતમુહૂર્ત તેમજ વેલુગામ થી ભાવપુરા સુધીનો નવ નિર્મિત માર્ગ નું લોકાર્પણ કરવામાં આવ્યું .તેમજ સારસા થી ઉમધરા રોડ, ઉમધરા થી કાટીદરા રોડ, ઢુંડા થી ફિચવાડા સુધીના માર્ગોનું ખાતમુહૂર્ત ધારાસભ્યો રિતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું .કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જીલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડીયા, ઝઘડીયા તાલુકા પંચાયત ના પ્રમુખ જયેન્દ્ર વસાવા,ઝઘડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ સરપંચો ગ્રામજનો ઉપસ્થિતિ રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!