BHARUCHNETRANG

નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણી…

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર. પરમારમના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિભાગ અધ્યક્ષ ડૉ.બળવંત એમ. ચૌધરી અને કોલેજના પ્રાધ્યાપકો દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણી તા.૨૫ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવનાર છે.

જે અંતર્ગત સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, સંવર્ધન અને સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓ તથા સમાજમાં ગૌરવની ભાવના જાગૃત કરવાના હેતુથી “સંસ્કૃત ગૌરવ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગૌરવ યાત્રાનો પ્રારંભ કોલેજ પરિસરમાંથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય દ્વારા સંસ્કૃત ભાષાના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર એક પ્રાચીન ભાષા નથી, પરંતુ ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ, દર્શન, સાહિત્ય, વિજ્ઞાન અને મૂલ્યપરંપરાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.

યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા “गृहे गृहे संस्कृतम्” “संस्कृतं सर्वत्र जयतु”, “संस्कृतं भारतस्य गौरवम्”, “जयतु संस्कृतम्” જેવા સંસ્કૃત સૂત્રો સાથે સંસ્કૃત ભાષાના ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સંસ્કૃત શ્લોકોનું પઠન તથા સંસ્કૃત ગીતોનું ગાન પણ કર્યું હતું.

ગૌરવ યાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો અને આસપાસના લોકોમાં પણ સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને રસ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના દૈનિક જીવનમાં ઉપયોગ, ભારતીય સંસ્કૃતિ સાથેનો તેનો સંબંધ તથા નવી પેઢી માટે સંસ્કૃતના મહત્ત્વ વિશે જનજાગૃતિ ફેલાવી હતી.

સમગ્ર યાત્રા શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સંસ્કૃત ભાષાના ગૌરવ અને ભારતીય જ્ઞાનપરંપરાના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવામાં આ યાત્રા સફળ રહી હતી.

Back to top button
error: Content is protected !!