
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકામાં આવેલું અંતરિયાળ ગામ હાથાકુંડીમાં રહેતા આદિમજુથ માં સમાવિષ્ટ કોટવાળીયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. તેમજ નેત્રંગ ખાતે કાર્યરત રાજવાડી વન ધન વિકાસ કેન્દ્ર ના પ્રમુખ વજીરભાઇ કોટવાળીયા તેમજ મંત્રી સુરતાબેન કોટવાળીયા કે જેઓ ભારત મંડપમ નવ દિલ્હી ખાતે તા.૩ થી ૫ દરમિયાન યોજનાર સ્ટાર્ટ-અપ મહાકુંભમાં – ૨૦૨૫ માં ભાગ લીધો છે. અને વાંસ થી હસ્તકલા થી તૈયાર કરેલ ૧૫૦ જેટલી વસ્તુઓ પ્રદર્શિત કરી છે.


