વેજલપુર ના જાગૃત નાગરિક ની અરજીના સંદર્ભમાં ગ્રામપંચાયત દ્વારા ૨૯ જેટલા દબાણકર્તાઓને નોટીસ ફટકારી
તારીખ ૦૫/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામના મુખ્ય રસ્તા ઉપર ના દબાણો અંગે વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા અનેક વાર ઉચ્ચ કક્ષા સુધી રજુઆત કરી તેમજ તાલુકા સ્વાગત જીલ્લા સ્વાગત અને મુખ્યમંત્રી લોક ફરિયાદ કાર્યક્રમ માં ૧૧/૧૧/૨૦૦૯ થી અત્યાર સુધી અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હોવા છતાં આજ દિન સુધી ગ્રામ પંચાયત દ્વારા નોટિસો પાઠવી ને માત્ર સંતોષ માન્યો છે જેથી અરજદાર ને આજદિન સુધી ન્યાય મળ્યો નથી જેથી અરજદાર દ્વારા મુખ્ય મંત્રી કાર્યાલય આત્મવિલોપન કરવાની ચીમકી ઉપચારી છે ત્યારે અરજદાર ની અરજી મુજબ સીટી સર્વે દ્વારા ૧ થી ૪૦ અને ૪૦ થી ૭૩ ની માપણી કરી રેડ લાઈન કરવામાં આવેલ તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ૨૯ જેટલા દબાણ દારોને નોટિસ પાઠવી ને માત્ર સંતોષ માન્યો ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ બહુ ચર્ચિત લાગુ સર્વે નં ૧૪૧૭ સરકારી ગરનાળા ના આગળ અને પાછળ ભાગે એટલે આખા ગરનાળા ઉપર મસમોટું દબાણ મસમોટા દબાણો કરવા માં આવેલ છે તયારે ગામજનો ની ચર્ચા મુજબ ગ્રામ પંચાયત માત્ર નોટિસો પાઠવી સંતોષ માને છે જેથી ગ્રામ પંચાયત કયારે દબાણો દૂર કરશે તેવા અનેક સવાલો સેવાય રહયા છે તો બીજી તરફ ગરનાળા ના દબાણ કરતા દ્વારા અગાઉ વેજલપુર ગ્રામ પંચાયત ને લેખિત માં સાત દિવસ માં સ્વૈચ્છિક દબાણ દૂર કરી આપવાની ખાતરી આપી હતી તેમ છતાં મસમોટા દબાણો યથાવત હોવાથી વેજલપુર ગ્રામ પંચાયત શંકા ના ઘેરા માં ઘેરાય ગઈ હોવાનું લોકો અનુમાન લગાવી રહયા છે જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી અરજદાર ની અરજી મુજબ ના દબાણો દૂર કરશે કે પછી નોટિસો આપી ને સંતોસ માનશે તે હવે જોવાનું રહયું.






