બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ પ્રકાશભાઈ મોદી દ્વારા ભરૂચ જિલ્લા વિવિધ તાલુકા અને શહેરના પ્રમુખ, બે મહામંત્રી, ૬ ઉપપ્રમુખ, ૬ મંત્રી અને કોષાધ્યક્ષ મળી કુલ ૧૬ હોદેદારોની નિમણૂંક કરવામાં આવી છે.
જે અંતગર્ત નેત્રંગ તાલુકા પ્રમુખ પદે મનસુખભાઈ વસાવા, મહામંત્રી પદે રવેશભાઈ વસાવા અને પાર્થ ત્રિવેદી, તથા ૬ ઉપપ્રમુખ જેમાં (૧) દક્ષેશભાઈ પટેલ, (૨) પિન્ટુભાઈ વસાવા, (૩) પ્રતાપભાઈ વસાવા, (૪) સ્નેહલકુમાર પટેલ, (૫) સુશીલાબેન વસાવા, (૬) બાલુભાઇ વસાવા, તેમજ ૬ મંત્રી તરીકે (૧) પ્રતાપભાઈ વસાવા, (૨) જગદીશભાઈ વસાવા, (૩) જયાબેન પરમાર, (૪) સ્નેહાબેન પડ્યા, (૫) લીલાબેન વસાવા, (૬) શીરીલભાઈ વસાવા અને કોષાધ્યક્ષ તરીકે રઘુવીરસિંહ વસાવાની નિમણૂંક કરવામાં આવેલ છે.