BANASKANTHAGUJARATPALANPUR

નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ, મહેસાણા દ્વારા દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જરુરીયાત મંદ દીકરીઓ ને નવરાત્રિ પર્વ નિમિત્તે ચણીયા ચોળી અને વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યું 

5 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા પાલનપુર જિલ્લા બ્યુરો

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં આવેલી રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંક્ડી તથા આજુબાજુની શાળાઓમાં શ્રી નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ,મહેસાણા દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓ માટે ચણિયાચોળી, ઓક્સિડાઇઝ સેટ તેમજ ભાઈઓ માટે કુર્તા તથા પેન્ટ – શર્ટ જેવા વસ્ત્રોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળના શ્રી કૌશિકભાઈ રાવલ (રાજા મહાકાલ ),પ્રોફેસર શ્રી મેહુલભાઈ ઠક્કર,શ્રી બીરેનભાઈ ઠક્કર,શ્રી વિરલ સોની તેમજ હિંમતનગર ના શ્રી ઉચિત રાવલ ઉપસ્થિત રહ્યા હતા.. તમામ મહેમાનો નું શાળા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.મહેમાનો દ્વારા શાળામાં દાન કરેલ વોટર કુલર નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનોના હસ્તે જરૂરિયાત મંદ 250 દીકરીઓને ચણીયા ચોળી અને ઓક્સીડાઇઝ સેટ તેમજ વિદ્યાર્થી ભાઈઓને વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.અંતરિયાળ વિસ્તારની જરૂરિયાતમંદ 250 જેટલી દીકરીઓ માટે ચણીયા ચોળી અને સેટ તેમજ એકલા જ ભાઈઓ માટે કપડાનું દાન કરવા બદલ શાળાના આચાર્યશ્રી ડૉ.રાકેશ પ્રજાપતિ એ નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ,મહેસાણા નો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી હસમુખભાઈ મિસ્ત્રીએ કર્યું હતું..

 

Back to top button
error: Content is protected !!