BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લાની પીસી એન્ડ પીએનડીટી એક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ

ભરૂચ – મંગળવાર – PC & PNDT Act – ૧૯૯૪ અંતર્ગત આજરોજ ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ શ્રીમતી વાસંતીબેન દિવાનજીના અધ્યક્ષ સ્થાને ‘ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટી’ની બેઠક યોજવામા આવી હતી.

પીસી – પીએનડીટી અમલીકરણ ઘનિષ્ઠ બનાવવા વગેરે અંગેની ચર્ચા કરી પીસી એન્ડ પીએનડીટી એક્ટના અમલીકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે સમીક્ષા કરી, જિલ્લામાં નોંધાયેલ તમામ ડોક્ટરોને પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ થયેલી જોગવાઈઓ, નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એસ.દુલેરા દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.

જિલ્લા એડવાઈઝરી કમિટીની આ બેઠકમાં શ્રીમતી વાસંતીબેન દિવાનજી, શ્રીમતી પ્રજ્ઞાબેન દેસાઈ અને અન્ય સભ્યો,આરોગ્ય અધિકારીશ્રી જે.એસ.દુલેરા, અન્ય આરોગ્ય અધિકારીઓ, PC&PNDT Act,ના પ્રોગ્રામ આસીસ્ટંટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!