BHARUCHBHARUCH CITY / TALUKO

ભારતની મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનતાં ભરુચમાં ઉજવણી:પાંચબત્તી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં લોકોએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી

સમીર પટેલ, ભરૂચ

નવી મુંબઈના ડી.વાય.પાટિલ સ્ટેડિયમ ખાતે ગતરોજ રમાયેલી મહિલા વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી ભારતીય દીકરીઓએ સમગ્ર દેશનું મથું ગૌરવથી ઊંચું કરી બતાવ્યું.
કૅપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળ ભારતે આ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. લાંબા સમયથી 150 કરોડ ભારતીયો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે સ્વપ્ન સાકાર થતા સમગ્ર દેશમાં ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
દેશના અનેક શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રાત્રે રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. ફટાકડા ફોડીને, મીઠાઈ વહેંચીને અને તિરંગો લહેરાવી વિજયોત્સવ ઉજવાયો હતો.ભરૂચ શહેરમાં પણ પાંચબત્તી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં સ્થાનિક લોકોએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને ભારતના વિશ્વ વિજયની ખુશી મનાવી હતી. ભારતીય મહિલા ટીમના આ ઐતિહાસિક વિજયને કારણે સમગ્ર દેશમાં જાણે ફરી એકવાર દિવાળી ઉજવાઈ હોય એવો માહોલ સર્જાયો હતો.

Back to top button
error: Content is protected !!