BHARUCHBHARUCH CITY / TALUKO
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા મુસ્લિમ મહિલા ના ચહેરા પરથી હિસાબ ખેંચવાના વિરોધમાં આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

સમીર પટેલ, ભરૂચ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં ભરૂચ આમ આજની પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો અને આ ઘટનાનો વિરોધ નોંધવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવજો કે નિતેશકુમાર દ્વારા કરવામાં આવેલી ઘટના નીંદનીય છે.અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સચિવાલયમાં ‘સંવાદ’ કાર્યક્રમ હેઠળ એક હજારથી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્તિ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિયુક્તિ પત્ર આપતાં નુસરત પરવીનનો વારો આવ્યો,જે ચહેરા પર હિજાબ પહેરીને આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે,આ શું છે? અને પછી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો હતો ત્યાર પછી આ વિવાદ શરૂ થયો છે.




