BHARUCHNETRANG

નેત્રંગ તાલુકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કાર્યકાળના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે નેત્રંગ અમરાવતી નદી કિનારે આવેલ સ્મશાન ગૃહના બાગમાં ભરૂચ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

નેત્રંગ ગામમાં આવેલ અમરાવતી નદી કિનારેના સ્મશાન ગૃહના બાગમાં ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતમાં ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર, મહામંત્રી હેમદીપ પટેલ તેમજ તાલુકા અને જિલ્લા સંગઠનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

એક પેડ માં કે નામ અભિયાન હેઠળ નરેન્દ્ર મોદીના સ્વસ્થ દીર્ઘાયુની કામના અને પર્યાવરણના જતન અર્થે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર, મહામંત્રી હેમદીપ પટેલ, નેત્રંગ સંગઠન પ્રમુખ મનસુખભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ મગનભાઇ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય ગૌતમભાઈ વસાવા તેમજ જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!