
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી,તા-31 મે : દર વર્ષે તા. ૩૧ મે ના રોજ વિશ્વ તમાકું નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ડેટા મુજબ તમાકુ તેના અડધા વપરાશકર્તાઓને તેની કાર્યકાળની ઉમરમાં જ મારી નાખે છે ભારતમાં તમાકુના કારણે ૧૩.૫ લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પ્રમાણે વિશ્વ માં દરરોજ ૮૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ બાળકો ધુમ્રપાન કરતાં શીખે છે એમાં ૫૦% બાળકો એશિયાના હોય છે ધુમ્રપાન શરૂ કરવાના અલગ અલગ કારણો હોય છે જેમાં પીયર પ્રેસર, સ્ટ્રેસ, નકારાત્મક રોલ મોડલ અને તમાકુ કંપનીઓની આડકતરી જાહેરતોથી પ્રભાવિતથી થતાં હોય છે.
ગ્લોબલ યૂથ ટોબેકો સર્વે (GYTS) ૨૦૧૯ ગુજરાતની ફૅક્ટશીટ પ્રમાણે ૫.૪% વિધાર્થીઓ તમાકુ અને તમાકુની બનાવટ ના ઉત્પાદનનો ઉપયોગ કરે છે એમા પણ ૬.૩% છોકરાઓ અને ૪.૨% છોકરીઓનું પ્રમાણ જોવા મળે છે તમાકુ છોડવાની વાત કરવામાં આવે તો (GYTS) ૨૦૧૯ ગુજરાત ની ફૅક્ટશીટ પ્રમાણે પાછલા ૧૨ મહિનામાં ૬૩. % વિધાર્થીઓ સ્મોકીંગને છોડવાનો પ્રયત્ન કર્યો છે.
આજ રોજ તા.૩૧.૦૫.૨૫ ના રોજ કચ્છ જિલ્લાના તમામ આરોગ્ય કેંદ્રો ખાતે વિશ્વ તમાકું નિષેધ દિવસની ઉજવણી કરાવામાં આવેલ. જેમાં આઇ.ઈ.સી. પ્રચાર પ્રસાર, રેલી, પત્રિકા વિતરણ ગુરુ શીબીર,લઘુ શીબીર, ભિત સુત્રો, તેમજ શોશ્યલ મીડીયા દ્રારા પ્રચાર પ્રસાર કરવામાં આવેલ. તેમજ આરોગ્ય કર્માચારીઓ અને અધીકારીશ્રીઓ અને સમાજના વ્યક્તિઓએ તમાકું કે તમકુની બનાવટની વસ્તુઓ નહી ખાવાના સપથ લેવામાં આવ્યા.
ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ભુજ-કચ્છ દ્વારા માન. જિલ્લા વિકાસ અધીકારીશ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી કચ્છ ના માર્ગદર્સન હેઠળ જિલ્લા પંચાયતના તમામ અધીકારીશ્રીઓ અને કર્મચારીઓ એ તમાકું કે તમાકુંની બનાવટની કોઇપણ ચિજ વસ્તુ પોતે કે તેના ફેમીલી કે સમાજને તમાકુના દુષણથી મુક્ત રાખવા તેમજ માન. જિલ્લા વિકાસ અધીકારીશ્રી દ્વારા સુચના આપવામાં આવેલ કે જિલ્લા પંચાયત કેમ્પસમાં કોઇપણ કર્મચારી કે અધીકારી જો તમાકુંનુ સેવન કરશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.





