
ગુજરાત બાર કાઉન્સિલ હાઇકોર્ટમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મશહૂર એડવોકેટ જનાબ એ.એ. અન્સારી સાહેબ વિજેતા બનતા તેમને વિવિધ વિસ્તારોમાંથી અભિનંદન મળી રહ્યા છે।
આ પ્રસંગે છોટાઉદેપુર, વિરમગામ તથા ઝઘડીયાના ગાદીપતી જનાબ રફીક પીરઝાદા સાહેબે પણ અન્સારી સાહેબને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમની સફળતા બદલ અભિનંદન વ્યક્ત કર્યા હતા. સાથે જ રફીક પીરઝાદા સાહેબે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દિલથી દુઆઓ પણ કરી હતી।
એ.એ. અન્સારી સાહેબે કાયદાકીય ક્ષેત્રમાં લાંબા સમયથી સેવાઓ આપી છે અને તેમના અનુભવ તથા પ્રતિભાના આધારે આ મહત્વપૂર્ણ જીત હાંસલ કરી છે।
તેમની આ સિદ્ધિ બદલ સહકર્મીઓ અને શુભેચ્છકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવાઈ રહી છે।




