બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકા ચાસવડ ગામે જીલ્લા સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપ સ્થાપ્ના દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી, આ પ્રસંગે ભરૂચ જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસીંગ વસાવા,વાલીયા તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ સેવંતુ વસાવા, માનસિંગ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, વાલીયાના પૃથ્વીરાજ તેમજ નેત્રંગ-વાલીયા તાલુકાના સરપંચો સહિત બંન્ને તાલુકાના ભાજપ સંગઠન ના કાર્યકરો મોટી સંખ્યા મા જોડાયા હતા, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ના સી.એસ.આર ફંડ માંથી શ્રી હરી ખાંદી ગ્રામોધોગ વિકાસ સંસ્થાન તરફથી બાળકોને ટેબ્લેટ તેમજ ગ્રામપંચાયતોને સોલાર સ્ટ્રીટ લાઇટ વિતરણ સાંસદ મનસુખ વસાવાના વારદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.