વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રોયલ ડેનીશ અર્બન સેક્ટરના કાઉન્સલર અનીતા શર્મા દ્વારા રોલ ઓફ ટેકનોલોજી ઇન રેઈન વૉટર હાર્વેસ્ટિંગ વિષય પર પ્રેઝન્ટેશન રજુ કર્યું
નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “જલ હી જીવન હૈ ઔર સંરક્ષણ હી ભવિષ્ય હૈ” સૂત્રને સાકાર કરતાં રેઈન વૉટર હાર્વેસ્ટિંગ અંગે નવસારી અને સુરત જિલ્લાના અધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ નવસારી અને સુરત જિલ્લાના ગામોમાં રેઈન હાર્વેસ્ટિંગ બોરની કામગીરી કરી જળસંગ્રહ અને સંરક્ષણના નિર્ધારને પૂર્ણ કરવા માટે જેના આયોજન તથા ટેકનીકલ નોલેજ સંદર્ભે રોયલ ડેનીશ અર્બન સેક્ટરના કાઉન્સલર અનીતા શર્મા દ્વારા રેઈન વૉટર હાર્વેસ્ટિંગ વિષય પર ડેન્માર્કની ટેકનોલોજી પર પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નવસારી કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, રેઈન વૉટર હાર્વેસ્ટિંગમાં પાણીને જમીનમાં ઉતારવા માટે નવસારીના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં એવા વિસ્તાર પસંદ કરવામાં આવે જ્યાં વરસાદી પાણીને સીધું જમીનમાં ઉતારી શકાય એના પર તેમણે ભાર મૂક્યો હતો.
નવસારીના સાંસદ તથા જળશક્તિ મંત્રી સી.આર. પાટિલની આગેવાની હેઠળ નવસારી અને સુરત જિલ્લામાં રેઈન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમૂલ્ય વરસાદી પાણી દરિયામાં વહી જાય છે, ત્યારે જળસંરક્ષણ માટે નવસારી સુરત જિલ્લાના ગામો તથા અર્બન વિસ્તારમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે .
નવી દિલ્હી રોયલ ડેનીશના પ્રતિનિધિઓ બેઠક બાદ નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર તથા નગરપાલીક વિસ્તારમાં રેઈન વૉટર હાર્વેસ્ટિંગના ટેકનીકલ અભ્યાસ સંદર્ભે સલગ્ન વિભાગના અધિકારી સાથે સ્થળ મુલકાત લેનાર છે.
બેઠકમાં જિ.પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ , ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ , જિલ્લા સંગઠન પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ , નગરપાલિકા અને તા.પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત સુરત અને નવસારી જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.