બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૬/૧૨/૨૦૨૪
ગુજરાત રાજય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર જે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ની ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી. જે અંતગર્ત નેત્રંગ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કૃષિ વિષયક માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધા હતા.
ખેડૂતોને ઘર આંગણે ખેતીની આધુનિક તજજ્ઞતાઓની તથા સરકારની વિવિધ સહાયકારી યોજનાઓની માહિતિ મળી રહે અને તે થકી તેમનું ખેત ઉત્પાદન અને આવક વધે અને તેમનું જીવનધોરણ ઉંચુ આવે તેવા શુભ આશયથી ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૨૦૦૫ થી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ, ખેડૂતો અને વૈજ્ઞાનિકો/અધિકારીઓ વચ્ચે મુકત મને ખેતીના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા તેમજ સરકારની કૃષિવિકાસલક્ષી નિતિ, ખેડૂતોની મહેનત અને સમગ્ર વહીવટીતંત્રની જહેમતથી સમગ્ર દેશમાં ૧૦ % કરતાં વધુ કૃષિ વિકાસ દર સાથે રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે.
ખેડૂતોને રવિ પાકો અંગેની તાંત્રિક માહિતી અને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે અને તેમને વિવિધ યોજનાઓની સ્થળ ઉપર માહિતી મળી રહે તે માટે તારીખ :૦૬/૧૨/૨૦૨૪ થી તારીખ : ૦૭/૧૨/૨૦૨૪ સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તાલુકાવાર ૨૪૮ અને રાજ્ય કક્ષાનો લાઇવ ટેલીકાસ્ટ કાર્યક્રમ એમ કુલ ૨૪૯ જેટલા કાર્યક્રમ કરવાનું આયોજન કરેલ છે. જીલ્લા ખેતીવાડી અઘિકારી પી.આર.માંડાણી દ્વરા સરકારશની વિવિઘ યોજનાની જાણકારી વ્યકતવ્યના માઘ્યમથી આપી.
સાથે સાથે પ્રતિક રૂપે રોટાવેટર,વાવણીયા પેમેન્ટ ઓર્ડર આપ્યા તાડપત્રી અને પાક સરક્ષણ સાઘન તથા પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગ તથા નેત્રંગ એસ.બી.આઈ બેંક દ્વારા મુદ્રા લોન,કિશાન ક્રેડીટ કાર્ડ વિષે સ્ટોલ ઉભા કરી માહિતી આપી હતી. ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા તેમજ મીલેટ વાનગીઓ ના પુસ્તકનું વિમોચન પણ તાલુકા કક્ષાએ કરવામાં આવ્યું તથા સરકારની વિવિઘ યોજનાનાની જાણકારી મળે તે હેતુથી તાલુકાના તમામ લાઈન ડીપાર્ટમેન્ટના ૨૦ જેટલા સ્ટોલ પ્રદર્શન હેતુ માટે ઉભા કરવામાં આવેલ હતા રવિ કૃષિ મહોત્સવ માં ઉપસ્થિત અધ્યક્ષ મુખ્ય અતિથિ નેત્રંગ તાલુકાના પ્રમુખ વસુધાબેન વસાવા દ્રારા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે પ્રોત્સાહિત કર્યા તમામ કાર્યક્રમનુ સફળ સંચાલન તાલુકાના વિસ્તરણ અઘીકારી યોગેશ ડી.પવાર તથા ૧૧ ગ્રામસેવકાઓ દ્રારા કરવામાં આવ્યું અને કાર્યક્રમને સફળ બનાવ્યો
આ પ્રસંગે નેત્રંગ તાલુકાના પ્રમુખ વસુધાબેન વસાવા, ભરૂચ જીલ્લા પંચાયત સાસક પક્ષના નેતા વર્ષાબેન દેશમુખ, જીલ્લા ખેતીવાડી અઘિકારી પી.આર.માંડાણી, કિશાન સંઘ ના જીલ્લા મંત્રી કિશોરસિંહ વાસદીયા, તાલુકા પંચાયત કારોબારી અઘ્યક્ષ કમળાબેન વસાવા, કે.વી.કે.ના વરિષ્ટ વૈજ્ઞાનિક મહેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અઘિકારી સોહેલ પટેલ, મામલતદાર રીતેષભાઈ કોકણી, કૃષિ વૈજ્ઞાનિકો, સામાજિક આગેવાન ઉર્મિલાબેન વસાવા, તમામ ૩૯ ગ્રામ પંચાયતોના સરપંચો, અને ખેતીવાડી વિભાગનો તમામ સ્ટાફ તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.