BHARUCHBHARUCH CITY / TALUKO
ભરુચના ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ:નવમા માળે આગ લાગતા ઓફિસોમાં નાસભાગ, બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી



સમીર પટેલ, ભરૂચ
ભરુચ શહેરના જૂના નેશનલ હાઇવે પર એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોપિંગ સેન્ટરના નવમા માળે આગ લાગતા ફ્લોર પરની ઓફિસોમાં નાસભાગ મચી ગઇ છે. પાલિકાની ફાયરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
આ બિલ્ડિંગમાં કામ કરતા જૈમિન પટેલે જણાવ્યું હતું કે, હું અહીં સાતમાં માળે કામ કરૂ છું, ત્રણ વાગતાં અહીં આગ લાગવાની જાણ થતાં જ અમે જલ્દી જલ્દીથી નીચે ઉતરી ગયા. હાલ ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરે છે અને પોલીસ કાફલો પણ અહીં ઘટનાસ્થળે હાજર ….



