GUJARATKUTCHMANDAVI

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષિકાને રમત ગમત ક્ષેત્રે વધુ એક સફળતા મળી.

આર આર એન કોલેજના મેદાનમાં 26 27 ના રોજ યોજવામાં આવેલ 43મી માસ્ટર એટલેટીક્સ ચેમ્પિયનશિપ અને ઓલ ઇન્ડિયા સિલેક્શન નું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ ,તા-૯ નવેમ્બર : આર આર એન કોલેજના મેદાનમાં 26 27 ના રોજ યોજવામાં આવેલ 43મી માસ્ટર એટલેટીક્સ ચેમ્પિયનશિપ અને ઓલ ઇન્ડિયા સિલેક્શન નું આયોજન માસ્ટરર્સ એસોસિએશન ઓફ કચ્છ ગૂજરાત સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને આયુષ હોસ્પિટલના સાથ સહકાર દ્વારા અને સહ આયોજક ઇન્વિનસિબલ સ્પોર્ટ્સ એકેડમી અને વિર ભોગે વસુંધરા ની ટીમ દ્વારા કરવામાં આવેલ દ્વારા કરવામાં આવેલ.જેમાં ચેતનાબેન સંદીપભાઈ જોશી આચાર્યા શ્રી પૈયા પ્રા શાળા તા – ભુજ કચ્છ જિલ્લા થી ભાગ લઈ ગોલાફેંક રમત માં રજત ચંદ્રક અને હથોડા ફેંક સ્પર્ધામાં કાંસ્ય મેળવેલ છે…. આ અગાઉ તેમણે ખેલમહાકુંભમાં તાલુકા કક્ષાએ ચેસ સ્પર્ધામાં બીજો નંબર મેળવેલ છે તેમજ સતત 25 વર્ષથી તેઓ રમતગમતમાં ભાગ લઈ રહ્યા છે. સાથે માસ્ટર એથલેટિકસ સ્પર્ધાજેમાં કુલ 450 જેટલા ખેલાડીઓ એ કચ્છ ના મહેમાન બની ને રમત ખુબજ સરસ રીતે રમી, *કચ્છ ના કુલ 55 જેટલા ખેલાડીઓએ ભાગ લઈ 80 જેટલા મેડલ જીતી* કચ્છ નું નામ રોશન કરી ફેબ્રુઆરી મહિના માં દિલ્લી મુકામે ઓલ ઈન્ડિયા માસ્ટરર્સ એથલેટિકસ માં નેશનલ કક્ષાએ ભાગ લેશે.ખેલાડીઓને કચ્છ મોરબી લોકસભા સાંસદ મહામંત્રી શ્રી વિનોદ એલ ચાવડા તરફ થી કચ્છ ના અને તમામ જિલ્લાઓના ખેલાડીઓને અભિનંદન પાઠવેલ,ખેલાડીઓને માસ્ટરર્સ એથલેટિક્સ એસોસિએશન ઓફ ગુજરાત ના પ્રમુખ વી.એન.પાઠક, ઉપ પ્રમુખ ફિરોઝ ભાઈ, જનરલ સેક્રેટરી અને માસ્ટર એસોસિએશન ઓફ કચ્છ ના પ્રમુખ જયદીપ ભાઈ ગોરસિયા, જનરલ સેક્રેટરી જુનેદ ભાઈ જુનેજા વાઇસ પ્રેસિડેન્ટ હરપાલસિંહ ચુડાસમાએ ઇવેન્ટ કો-ઓર્ડીનેટર કિશોરભાઈ નટ તરફથી અભિનંદન પાઠલેવ.માસ્ટરર્સ એથલેટિક્સ નું સંપૂર્ણ માર્ગદર્શન કચ્છ ના ખેલાડીઓને જુનેદ ભાઈ જુનેજા દ્વારા પૂરું પાડવામાં આવેલ. આશા છે આમજ કચ્છ ના ખેલાડીઓ સ્વસ્થ રહેશે મહેનત કરશે અને હરેક રમતો માં કચ્છ ગુજરાત અને દેશ નું નામ રોશન કરશે. આ તમામ સિદ્ધિ માટે જિલ્લા શિક્ષક સંઘ તેમજ જિલ્લા ભાજપ રમતગમત સેલના ડૉ .વિષ્ણુ ચૌધરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!