
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે રેન્ડેમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈજનરલ ઓબ્ઝર્વર ડો. હીરાલાલની દેખરેખમાં અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમા ચૂંટણી સ્ટાફનું બીજું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું છે. આ રેન્ડેમાઇઝેશનના માધ્યમથી ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારી- કર્મચારીઓની ટીમનું ફોર્મેશન થયું છે.આ રેન્ડેમાઈઝેશન દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર-૧ અને પોલિંગ ઓફિસરની ટીમનું ફોર્મેશન થયું છે. આ રેન્ડેમાઇઝેશન પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે માનવીય હસ્તક્ષેપ વગર કોમ્પ્યુટર આધારિત સોફ્ટવેરનામાધ્યમથી સંપન્ન કરવામાં આવી હતી.આ રેન્ડેમાઈઝેશન દરમિયાન નિવાસી અધિક કલેકટર અને મેનપાવર નોડલ ઓફિસર સુશ્રી કે.બી.પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.જે.જાડેજાસહિતના ઉપસ્થિત રહ્યા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





