NANDODNARMADA

રાજપીપલા શાળાના કાર્યક્રમમાં આવેલ મંત્રી ડો. કુબેર ડિંડોરે ચૈતર વસાવા ઉપર કર્યા પ્રહાર કહ્યું “કેટલાક લોકો સમાજને ભ્રમિત કરી રહ્યા છે”

રાજપીપલા શાળાના કાર્યક્રમમાં આવેલ મંત્રી ડો. કુબેર ડિંડોરે ચૈતર વસાવા ઉપર કર્યા પ્રહાર કહ્યું “કેટલાક લોકો સમાજને ભ્રમિત કરી રહ્યા છે”

 

“કેટલાક લોકો અલગ ભીલ પ્રદેશની માંગ કરી યુવાનોને ભ્રમિત કરી રહ્યા છે તેઓને જાકારો આપવાનો છે” : મંત્રી ડો. કુબેર ડિંડોર

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજપીપળામાં શ્રી મહારાજા રાજેન્દ્રસિંહ વિદ્યાલય ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડીંડોર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા તેમણે પોતાના સંબોધન દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતત્ર વસાવા ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા

મંત્રી ડોક્ટર કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે કેટલાક લોકો સમાજમાં લોકોને ભ્રમિત કરી રહ્યા છે હક અને અધિકારો મુદ્દે કેટલાક લોકો સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ઉપરાંત ભાજપ સરકારે આદિવાસીઓને તમામ હકો આપ્યા હોવાની પણ વાત કરી હતી ઉપરાંત અલગ ભીલ પ્રદેશ મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે પહેલા પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો ત્યારે જે તે સમયે ભુરીયા કમિશનની રચના પણ કરી હતી ત્યારે અંતે આદિવાસી સમાજના વિકાસ માટે શિક્ષણ એક પાયાની જરૂરિયાત છે તેમ નક્કી કર્યા બાદ આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશ્રમ શાળાઓ , આદિવાસી સેવા સંઘ ની સ્થાપના થઇ હતી અને ભીલ પ્રદેશનો મુદ્દો પડતો મૂક્યો હવે નવા આવેલા આ ચૈતર વસાવા છેતરવાનું કામ લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે ભીલ પ્રદેશ બનાવીને રાજધાની કેવડિયા બનાવવાની વાત કરી રહ્યા છે મોદી સાહેબને કઈ નામે ભીલ પ્રદેશ કાલે માંગી લઈએ પણ શાસન ચલાવવાનું કઈ રીતના ? રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની આપણા મોદી સાહેબ ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ લે છે અને ગરીબો આદિવાસીઓ માટે આયુષ્માન કાર્ડ શિક્ષણની વ્યવસ્થા આવાસ યોજના બધી યોજનાઓ ચલાવે છે આપણે ઘર ચલાવી શકતા નથી અને ભીલ પ્રદેશની માંગણી કરી લોકોને ઉસ્કેરવાનું કયું બાકી રહ્યું છે દેશમાં 140 કરોડ લોકોમાંથી 8 કરોડ લોકો જ ટેક્સ ભરે છે આપણે આદિવાસીઓ ક્યાં ઉદ્યોગપતિઓ છે આપણે ક્યાં ટેક્ષ ભરીએ છે ? આતો મોદી સાહેબ ઉદ્યોગપતિઓ વધુ કમાય છે તેમની પાસે ટેક્સ વસુલી ગરીબોની સેવા કરી રહ્યા છે

કેટલાક લોકો આદિવાસી હિન્દુ નથી તેઓ મુદ્દો ચલવે છે તેઓએ આદિવાસી સનાતન હિંદુ હોવાની પણ વાત કરી હતી અને તેઓએ આદિવાસીને સનાતન હિંદુ ધર્મના રક્ષક ગણાવ્યા હતા

Back to top button
error: Content is protected !!