ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ચાંદીપુર વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ મડી આવ્યો..
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૩/૦૭/૨૦૨૪
નેત્રંગ તાલુકા ના ધાંણીખુટ ગામે ચાદીપુર વાયરસ નો શંકાસ્પદ એક કેસ મળ્યો. પાંચ વર્ષ ના બાળક મા દેખાયા તેના લક્ષણોને લઈને બાળકને સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખસેડાયો. નેત્રંગ આરોગ્ય વિભાગ ની ૧૫ ટીમો સાથે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એ.એન.સીંગ ધાંણીખુટ ગામે સર્વે સહિત દવા છંટકાવ ની કામગીરી હાથ ધરી. જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.નિલેશ પટેલ, નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી, ઇન્ચાર્જ ટી.ડી.ઓ નેત્રંગ સોહેલ પટેલ સહિત ના અધિકારીઓ ધાંણીખુટ ગામે પહોંચી ગયા.
નેત્રંગ તાલુકાના ઘાણીખુંટ ગામે પાંચ વર્ષના બાળકને વાયરલ એનેફેલાઈટીસ (ચાંદીપુરા) ના લક્ષણો જણાતા નેત્રંગની ૧૫ આરોગ્ય ટીમો દ્વારા મેથોલોન જંતુનાશક પાવડર નો છંટકાવ તેમજ ડસ્ટીંગ સ્પ્રેંઇંગ ની કામગીરી હાથ ધરવામાં આવી.જેમાં જીલ્લા એપેડીમિક ઓફિસર ડો.નિલેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ.એન.સીંઘ. પ્રાંત અધિકારી મેડમ ,મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, વાસ્મો ટીમ, શિક્ષણ ટીમ પંચાયતના સભ્યો તેમજ આરોગ્ય ની ટીમ હાજર રહ્યા હતા. DEO તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ ગામમાં ડસ્ટિંગ તેમજ સ્પ્રિંગની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં ૧૦૮ કાચા ઘરોમાં મેથોલોન જંતુનાશક દવા નો છંટકાવ કરવામાં આવ્યો. અને ૧૬૦ ઘરો માં સ્પ્રેંઇંગ તેમજ ડસ્ટીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી.તેમજ સ્કૂલ તેમજ આંગણવાડીમાં જાગૃતિ માટે પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો