ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની મોટી સફળતા, ૩૭ વર્ષથી નાસતા ફરતા ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપાયા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા પોલીસ વડાઅક્ષય રાજની સૂચનાનાને પગલે પેરોલ ફર્લો સ્ક્વોડે એક મોટી સફળતા મેળવી છે. ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના ૩૭ વર્ષથી નાસતા ફરતા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે લિસ્ટેડ આરોપીઓને છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી ઝડપી પાડ્યા છે. પેરોલ ફર્લો જમ્પ અને નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પો.સબ. ઇન્સ.આર.એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી કરી હતી. પોલીસે રતીલાલ રઘાભાઇ તડવી તેમજ રસીકભાઇ નાનજીભાઇ ઉર્ફે નાયકાભાઇ રાઠવા: બોડેલી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ અંકલેશ્વર શહેર એ.ડિવિઝનના ગુનામાં છેલ્લા ૩૭ વર્ષથી વોન્ટેડ હતા. પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે બંને આરોપીઓ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે છે. આ બાતમીના આધારે, ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં પો. સબ. ઇન્સ. આર.એસ. ચાવડા સહિત હે.કો.ભોપાભાઇ ગફુરભાઇ ભૂંડિયા, પો.કો. સરફરાજ મહેબુબ ગોહીલ, પો.કો. અજયસિંહ અભેસિંહ પરમાર, પો.કો. શકિતસિંહ જીલુભા ગોહીલા, પો.કો. અનિલભાઇ દિતાભાઇ કટારા અને હે.કો. રાકેશભાઇ રામજીભાઇ કંડોલીયા સહિતની ટીમે ટીમવર્કથી મહત્વની ભૂમિકા ભજવી હતી.