બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ નગર સહિત પંથક ભરમાં રામનવમી ભવ્ય ઉજવણી ભાવિક ભકતજનો થકી કરવામા આવી હતી,નેત્રંગ નગરમાં રામલલ્લા ની ભવ્ય શોભાયાત્રા કંકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી રામજી મંદિર થી પ્રસ્થાન થઈ ને નગર ના તમામ વિસ્તારોમા ડીજે સાથે જયશ્રી રામના નારા સાથે નિકળી હતી,સ્થાનિક પોલીસે શાંતિ અને વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થઈ હતી, નેત્રંગ ચાર રસ્તા ખાતે મુસ્લિમ બિરાદર કાગઝી અબ્દુલ રઉફ ઇબ્રાહિમ અને સૂર્યા મંડળ થકી છાશ અને ઠંડા પીણુંનું વિતરણ કરવામા આવ્યુ હતુ.