DEVBHOOMI DWARKAKALYANPUR

કલ્યાણપુર આઇ.ટી.આઇ ખાતે તા.૨૨ નવેમ્બરના રોજ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

જિલ્લા રોજગાર વિનિમય કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૨૨-૧૧-૨૦૨૪ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કલ્યાણપુર ખાતે નોકરીદાતા તથા રોજગારવાંછુ વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવબળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમદેવારોએ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જણાવાયું છે.

જોબફેરમાં જુદી જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. આ માટે એસ.એસ.સી, એચ.એસ.સી, ITI , ડિપ્લોમા જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મશીન ઓપરેટર, સ્લેસ ઓફિસર જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે. આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!