નગરપાલિકા પ્રમુખ ના અધ્યક્ષસ્થાને કાલોલ કુમાર શાળા અને ઉર્દુ શાળાનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૬/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રોજ તારીખ 26 6 2025 ને ગુરુવારે કાલોલ કુમાર શાળા અને ઉર્દુ શાળાનો સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી જેમાં કાલોલ કુમાર શાળાના 25 અને ઉર્દુ શાળાના 45 બાળકોને નવીન પ્રવેશ આપવામાં આવ્યો.
કાર્યક્રમના અધ્યક્ષ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને લાયઝન ઓફિસર કાલોલ કુમાર શાળા આચાર્ય રાકેશ ઠાકર સાથે બીઆરસી દિનેશભાઈ પરમાર અને ઉર્દુ શાળાના નવીન આચાર્ય હબીબ ચિંતામણી ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. શાળા પરિવાર અને smc દ્વારા આવેલ મહેમાનોનું પુસ્તક બુકે આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપીને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં નગરપાલિકા પ્રમુખએ પ્રાસંગીક પ્રવચન આપ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયદીપસિંહ વાઘેલાએ કર્યું. આંગણવાડીના બાળકોને પણ શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ આપવામાં આવે તમામ મહાનુભાવો દ્વારા શિક્ષણના મહત્વ અંગે અને કન્યા કેળવણીના પ્રોત્સાહન આપવા અંગે વિવિધ યોજનાઓની તસવીર રજૂ કરવામાં આવી.
કુમાર શાળાના બાળકોએ પ્રાર્થના રજૂ કરી તેમજ વિજ્ઞાનનું સમાજમાં મહત્વ અંગે ધોરણ આઠના વિદ્યાર્થી હાર્દિક રાકેશભાઈ દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યારે બાળકોને પ્રવેશ આપી ચોકલેટ દ્વારા મો મીઠું કરાવવામાં આવ્યો અને અંતે વૃક્ષારોપણ કરી એસએમસી સાથે બેઠક કરી ચા નાસ્તા કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું





