દેવગઢ બારીયા તાલુકા આરોગ્ય કચેરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો રક્તદાન એજ મહાદાન ચાલો કરીએ રક્તદાન મળશે કોઈને જીવનદાન
તા.૧૬.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Bariya:દેવગઢ બારીયા તાલુકા આરોગ્ય કચેરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો રક્તદાન એજ મહાદાન ચાલો કરીએ રક્તદાન મળશે કોઈને જીવનદાન
દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને તાલુકા દેવગઢ બારીયા ની તાલુકા આરોગ્ય કચેરી ખાતે માનનીય પ્રાંત અધિકારી ઍચ.બી. ભગોરા સાહેબ અને ડોક્ટર ઉદય તિલાવત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ડોક્ટર ગીરીવરસિંહ બારીયા ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને ડોક્ટર કલ્પેશ બારીયા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આયુષ બ્લડ સેન્ટર ,વડોદરા ના સહયોગથી દેવગઢબારિયા તાલુકા આરોગ્ય કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પમાં દેવગઢ બારીયા ના તાલુકા કક્ષાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારી અને સ્ટાફ , અર્બન હેલ્થ સેન્ટર સ્ટાફ તેમજ જનસમુદાયમાંથી રક્તદાતાઓએ રક્તદાન કરવામાં ભાગ લીધો. તમામ રક્તદાતાઓએ રક્તદાન કરીને રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું રક્તદાન સવારે ૧૦:૦૦ વાગે થી ૦૪:૦૦ સુધી કરવામાં આવ્યું જેમાં કુલ.૭૨ યુનિટ બ્લડ આયુષ બ્લડ બેન્ક સેન્ટર દ્વારા કલેક્ટ કરવામાં આવ્યું.આમ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું.રક્તદાન કેમ્પ બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પેશ બારીયા દ્વારા રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા