BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચ: ટોલપ્લાઝા પર કર્મચારીઓ દ્વારા ટ્રેલર ચાલકને માર મરાતો હોવાનો વિડીયો વાયરલ, વિડીયો માંડવા ટોલપ્લાઝાનો હોવાનું અનુમાન
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના માંડવા ટોલપલઝાના ટોલકર્મીઓ દ્વારા એક ટ્રેલર ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વિડિયો અનુસાર, ટોલપ્લાઝાના સ્ટાફ અને ટ્રેલર ચાલક વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન અન્ય એક ટ્રક ચાલકે ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂકી દીધો, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.વીડિયો ભરૂચ ટોલપ્લાઝા નામે ફેલાતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ માંડવા ટોલપ્લાઝા પર ટ્રકચાલકને ટોલકર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો.