ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટે તાલીમ યોજાઈ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ની ઉજવણી નિમિતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ફેરિયાઓ માટે તાલીમ યોજાતા મોટી સંખ્યામાં ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત શહેરી આજીવિકા મિશન તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ચાલતા સ્ટ્રીટ ફૂડ તેમજ શેરી ફેરીયાઓને ફુડ સેફ્ટીની સલામતી અને સ્વછતા અંગે પાલિકાના સભાખંડમાં તાલીમ આપવામાં આવતા ૨૦૦ થી વધુ ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાગોલીએ તાલીમ આપી હતી. જેમાં ખોરાક માટે સ્વછતા અને સલામતી અપનાવે તેવા વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવા,જાહેર આરોગ્યમાં સુધારો કરવા,સ્ટ્રીટ ફૂડ પ્રત્યે ગ્રાહકોને વિશ્વાસ વધારવા જેવી બાબતો ફેરિયાઓને સમજાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ,ઉપપ્રમુખ અક્ષય પટેલ,ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ,સમાજ કલ્યાણ કમિટી ના ચેરમેન નિશાબેન વસાવા,ભરૂચના ફૂડ ઈન્સ્પેક્ટર પી એમ શાહ,ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાગોલી સહિત એનયુએલએમના મેનેજર ચૈતાલી વધેલા,સિટી મેનેજર કિન્નરી બારોટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.