ARAVALLIGUJARATMODASA

રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર બાદ આઈડી મળશેઃ રાજ્યમાં ખેડૂત નોંધણી શરૂ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર બાદ આઈડી મળશેઃ રાજ્યમાં ખેડૂત નોંધણી શરૂ

અરવલ્લી જિલ્લાના ખેડૂતોને જણાવવાનું કે, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઇડીની નોંધણીફરજિયાત કરી છે. ૨૫ નવેમ્બર પહેલા પી.એમ.કિસાન યોજનાનાલાભાર્થીએ નોંધણી કરાવવાની થશે.વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે.ખેડૂતોજાતે પણ કરી નોંધણી શકશે. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત કરવાની છે.ખોટી નોંધણી રદ થશે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી મળશે તેમજ તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે.ખેડૂતોએ આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને ૭-૧૨, ૮-અ ની વિગત સાથે ગ્રામ પંચાયત કચેરીએ વીસીઈ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!